જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 2.35 લાખ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને ભાવની પત્રિકા મોકલાશે
- ગુજરાત રાજયમાં પ્રથમવાર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરાયેલી પહેલ

પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની 479 દુકાન આવેલીછે. આ સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને લગભગ 2.35 લાખ એનએફએસએ, અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકો સરકારી અનાજ લે છે.જિલ્લામાં સરકારી અનાજ પુરતા પ્રમાણમાં મળતું ન હોવાનું અને દુકાનદારો ગેરરીતી આચરતા હોવાની ફરીયાદ મળતા પુરવઠા અધીકારી એચ .ટી.મકવાણા તથા તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરીહતી. તેમ છતાં લાભાર્થીઓને તેમના હકનું અનાજ કેટલુ અને કેટલા રૂપિયા મળે તેની જાણ ન હોવાથી દુકાનદાર ઓછા અનાજ આપીને ગેરરીતી કરતા હોય છે. જેથી જિલ્લા પુરવઠા અધીકારી દ્વારા જિલ્લાના 2.35 લાખ રેશનીંગ કાર્ડ ધારકોને તેમને અનાજનો કેટલો જથ્થો અને કેટલા રૂપિયામાં મળે તેની તમામ માહીતી ધરાવતી પત્રિકા તમામ લાભાર્થીઓને આપવા નક્કી કર્યું છે .

આ પત્રિકામાં સરકારી અનાજનો મળવાપાત્ર જથ્થો તથા ભાવ લખેલ હશે અને આ પત્રીકા ફરજીયાત લાભાર્થીએ સાચવી રાખવાની રહેશે. જેથી રેશનીંગ દુકાને સરકારી અનાજ લેવા જતી વખતે લાભાર્થીને મળવાપાત્ર સરકારી અનાજનો જથ્થો પુરતો મળી રહે.લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો જાણ હોવાથી દુકાનદાર અનાજ ઓછુ આપી શકશે નહિ જેથી ભ્રષ્ટાચાર પર કાબુ આવશે.રાજયમાં પ્રથમવાર પુરવઠા વિભાગ દ્વારા કાર્ડધારકોને અનાજ અને ભાવ લખેલી પત્રિકા આપવા જઇ રહ્યા છે. આ પત્રિકાઓ રેશનીંગ દુકાનદાર નહી પણ શાળાઓમાં કામ કરતા મધ્યાનભોજન સંચાલકો દ્વારા લાભાર્થીઓના ઘરે ઘરે જઇને આપશે. પુરવઠા વિભાગની પત્રિકાઓ લાભાર્થીિઓ સુધી પહોંચી ગયા બાદ જિલ્લામાં સરકારી અનાજની કાળા બજાર પર અકુંશ આવશે એમ માનવામાં આવી રહ્યું છે,
હાલ ઘણા દુકાનદારો ગ્રાહકોને અનાજની કૂપન આપતા નથી લગભગ 20 ટકા દુકાનદારો કૂપન ના આપતા હોવાની ફરિયાદ ના પગલે નાયબ પુરવઠા અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે