
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આધાર સાથે લિન્ક નહીં થયેલા 11.5 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય કરાયાં છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની મુદત ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીની હતી. ભારતમાં ૭૦.૨૪ કરોડ પાન કાર્ડધારકો છે, જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ આધાર સાથે પાન કાર્ડ લિંક કર્યા છે. જ્યારે લગભગ ૧૩ કરોડ લોકોને પાન કાર્ડ લિંક કરવાના બાકી છે. જેમાંથી ૧૧.૫ કરોડ લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવાયા છે. ૧ જુલાઇ, ૨૦૧૭ પછી જેમને પાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોય તેમનું આધાર કાર્ડ સાથેનું લિન્કિંગ આપમેળે થઈ ગયું છે, પણ એ પહેલાં ઇશ્યૂ કરાયેલા પાન કાર્ડને આવકવેરા કાયદાની કલમ ૧૩૯એએ પેટાકલમ (૨) હેઠળ આધાર સાથે મેન્યુઅલી લિંક કરવા જરૂરી છે.
જો તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા ઈચ્છો છો, તો તમે 1000 દંડની રકમ જમા કરાવીને તેને એક્ટિવેટ કરાવી શકો છો. 11.5 કરોડ પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવાને કારણે કેન્દ્ર સરકારે નિ ષ્ક્રિય કર્યા છે.
નીચેના લીસ્ટમાં જો તમારું નામ હોય તો ફટાફટ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવી દેજો નહીતર હાલ જે 5 ટકા લેખે TDS કાપવામાં આવે છે એ વધીને આ મહિનાથી 20 ટકા TDS કાપી લેવામાં આવસે અને એનું રિફંડ પણ લઈ શકશો નહીં