નમસ્કાર મિત્રો ,
અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તરફ થી તા 28-૦૩-૨૦૨૩ ના રોજ એક પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેનો વિષય -વ્યાજબી ભાવના દુકાનદારોને કમીશન સહીત લઘુતમ રૂ.૨૦ હઝાર જેટલું માસિક વળતર મળવા બાબત નો હતો.
મિત્રો બંને એસોસીએશન દ્વારા સતત કમીશન વધારાની માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરવામાં આવી હતી અન મીનીમમ ૨૦ હઝાર કમીશન મળે એવી રજુઆતો કરવામાં આવી હતી જેથી કરીને નાના દુકાનદારોને પોષણક્ષમ વળતર મળી રહી અને તેમનું ગુજરાન થઇ શકે.
એના જવાબમાં આ પરિપત્ર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી આ પરિપત્ર તમામ જીલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો છે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાં નીચેની માહિતી તૈયાર કરી મોકલી આપવાની વિનતી કરી છે.
- જીલ્લાનું નામ
- તાલુકાનું નામ
- ૦-૫૦ થી ૩૦૦ nfsa રેશનકાર્ડ ની સંખ્યા ધરાવતી વ્યાજબી ભાવની દુકાનનું નામ FPS ID ,AREA ID
- દુકાનમાં કેટલા NFSA રેશનકાર્ડ જોડાયેલા છે તેની માહિતી
- દુકાનને એરિયા વાઈઝ નજીકની વાજબી ભાવની દુકાન સાથે જોડી શકાય છે કે કેમ તેની માહિતી
- જો હા ,તો કઈ દુકાન સાથે જોડી શકાય તેમ છે તે દુકાનનું નામ FPS ID ,AREA ID
- બંને દુકાન વચ્ચેનું અંતર
મિત્રો આ માહિતી મંગાવવાનો ઉદેશ શું છે?, શું હવે ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવતી દુકાનો બંધ થશે?, શું નાની દુકાન હશે તો બીજી દુકાન સાથ જોડી નાની દુકાન બંધ કરી દેવામાં આવશે?, મિત્રો આવા ઘણા પ્રશ્નો દુકાનદારોને ઉદ્ભભવતા હશે. હાલ સુધી આનાં વિષે કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવતી દુકાનો બંધ થશે જેથી કરીને ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવતા દુકાનદારને ડરવાની કોઈ જરૂર નથી.અને હાલ સરકાર પાસે એવી કોઈ સતા પણ નથી કે તમારી ચાલુ દુકાન બંધ કરી શકે.મિત્રો ૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાન પણ સરકાર બંધ કરી શકે નહિ .તો પછી અહીતો ૬૦ થી ૭૦ ટકા દુકાનો એવી છે જેમના ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવે છે.
ગુજરાત માં ૧૭૦૦૦ થી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો છે જેમાંથી ૪૦૦ થી ઓછા રેશન કાર્ડ હોય એવી ૭૦ ટકા દુકાનો છે. માત્ર ૩૦ ટકા દુકાનો ૪૦૦ થી ઉપર રેશનકાર્ડ ધરાવે છે.
મિત્રો કમીશન નો હિશાબ કરીએ તો સસ્તા અનાજના દુકાન ધારકોને 1 ક્વિન્ટલ અનાજ વીતરણ કરતા ૧૫૦ રૂપિયા અને આધાર પ્રમાણીકરણ ના 1 ક્વિન્ટલ ના ૧૭ રૂપિયા એમ ટોટલ એક ક્વિન્ટલ અનાજનું વેચાણ થતા ૧૬૭ રૂપિયા કમીશન હાલ મળે છે,
મળવાપાત્ર કમીશન
કમીશનનો હિસાબ કરવા જઈએ તો રેશનકાર્ડની સંખ્યા મુજબ આશરે નીચે પ્રમાણે થાય.
- ૧૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે -૪૫૦૦ રૂપિયા
- ૧૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે -૬૫૦૦ રૂપિયા
- ૨૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે ૯૦૦૦ રૂપિયા
- ૨૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે ૧૧૦૦૦ રૂપિયા
- ૩૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે ૧૪૫૦૦ રૂપિયા
- ૪૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન આશરે ૧૮૦૦૦ રૂપિયા
- ૪૦૦ થી ઉપર રેશનકાર્ડ ધરાવતી દુકાનનું કમીશન ૨૦ હજારની ઉપર.
આ મળતા કમીશન માંથી દુકાનદારને મકાનભાડું,તોલાત નો પગાર ,લાઈટ બીલ,લેપટોપ અને પ્રિન્ટર ખર્ચ, ઈન્ટરનેટ રીચાર્જ વગરે જેવા ખર્ચાઓ આ કમીશનની રકમ માંથી ચુકાવવા પડતા હોય છે. દુકાનદારને જેટલું કમીશન મળે છે એના કરતા તો ખર્ચાઓ વધી જતા હોય છે,જેથી કરીને હાલ એક દુકાનદારે આત્મ હત્યા પણ કરી છે.