
Smart Ration Card
સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત
- સ્માર્ટ રેશનકાર્ડ
- નવું રેશનકાર્ડ
- QR કોડ વાળું રેશનકાર્ડ

સમગ્ર રાજ્યમાં હયાત જુના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જે અન્વયે રેશનકાર્ડ સંબંધિત ફોર્મ બહાર પાડવામાં આવેલ છે
વર્ષ 2024 25 માં અરજદારોના સમય અને નાણાં ની બચત થાય તેમ જ ઘરે બેઠા સ્માર્ટ રેશનકાર્ડ મેળવી શકે તે માટે બારકોડેડ રેશનકાર્ડને સ્થાને e-sing બેજેડ QR કોડ વારુ સ્માર્ટ રેશનકાર્ડ ઇસ્યુ કરવાની નવી બાબતને વહીવટી મંજૂરી મળેલ છે જે ધ્યાને લઈ રેશનકાર્ડના ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી
આ ઠરાવ 11 12 2024 ના રોજ મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી કરવાનો રહેશે