વિસનગરમાં વાજબી ભાવની દુકાન ધારક એશોશીએશની રેડ
ઓલ ગુજરાત એફ.પી.એસ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઇસ સોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા સરકારી અનાજના ગોડાઉન પર કરી રેડ
વિસનગર સસ્તા અનાજના ગોડાઉનમા અનાજની 50 કિલોની બોરિઓમાં જોવા મળી ઘટ
સ્થળ તપાસમાં 50 કિલોની બોરીમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ જોવા મળી
અમદાવાદના અસારવા ગોડાઉન નંબર ૪૩ માં ૨૩ કટ્ટાઓ સીલ કર્યા
50.580 કિલો વજન સાથે વાજબી ભાવની દુકાન ધારકોને માલ મળવો જોઈએ ની કરી માંગ
મૂળ વજન કરતા દુકાન ધારકોને ઘટ સાથે અનાજ મળતાં થાય છે દંડ
ગોડાઉન માંથી ઘટ આવે તો ગોડાઉન સંચાલકને દંડ કરવા માંગ
ગોડાઉન સંચાલકની જગ્યાએ દુકાન ધારક ને સરકાર કરે છે દંડ
ઘઉંમાં પ્રતિ કિલો રૂ.46 અને ચોખા માં પ્રતિ કિલો રૂ.56 દંડ ઘટ માં દુકાનદાર પાસેથી વસૂલાય છે
જો ઘટ ગોડાઉન માંથી જ આવતી હોય તો ગોડાઉન સંચાલક ને દંડ ફટકારવા માંગ કરાઇ
અમદાવાદના અસારવા વિસ્તાર બાદ ફેર પ્રાઈઝ એશો. દ્વારા વિસનગરમાં કરાઈ રેડ
વિસનગર મામલતદાર દ્વારા પંચનામુ કરીને તપાસ કાર્યવાહી કરાઇ
ઓલ ગુજરાત એફ.પી.એસ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઇસ સોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા ચલાવવામાં આવતા હલ્લાબોલ કાર્યક્રમ અંતર્ગત વિસનગર ગોડાઉન ખાતે હલ્લો બોલાવવામાં આવ્યો હતો એ દરમિયાન અનાજમાં ઘાટી મળી આવેલ હોય અહીંયાના એસ એ કે , મામલતદારશ્રી તથા તોલમાપ ખાતા ના અધિકારીઓ તથા પ્રહલાદભાઈ મોદી તથા મહિપતસિંહ ગોહિલ રાજેન્દ્રસિંહ જાડેજા અલ્પેશભાઈ શાહ હિતુભા જાડેજા પ્રવિણસિંહ વાઘેલા વિક્રમસિંહ ઝાલા પરેશભાઈ પતીરા ભરતભાઈ બારોટ વગેરેની હાજરીમા રોજ કામ કરવામાં આવ્યું હતું ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સના પ્રમુખશ્રી પ્રહલાદભાઈ મોદી દ્વારા મીડિયા ને આપવામાં આવેલા ઇન્ટરવ્યુ વેપારીભાઈઓને થતા અન્યાય સામે લડતી વખતે પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વગર અડીખમ ઊભા રહ્યા છે