દુકાનદારોને ડિફરન્સ રકમ ક્યારે ચૂકવવામાં આવશે ?
નમસ્કાર દુકાનદાર મિત્રો ,
મિત્રો સરકાર દ્વારા દરેક સસ્તા અનાજના દુકાન ધારકોને ઓગસ્ટ મહિનાનું રેગ્યુલર કમિશન, આઇસીડીએસ ક્રેડિટ અને એમડીએમ ક્રેડિટ તા 06/09/2024 અને શુક્રવારના રોજ ચૂકવી દેવામાં આવી છે

પરંતુ ઘણા એવા દુકાનદાર છે જેઓનું કમિશન ખૂબ ઓછું હતું ,અને આ વિષે એસોસિએશન દ્વારા સતત સરકાર શ્રી માં રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે દુકાનદારો દ્વારા હડતાળ પણ કરવામાં આવી હતી,
આથી સરકાર દ્વારા દુકાનદારને પોષણ ક્ષમ વળતર મળી રહે એના માટે દરેક દુકાનદાર ને ઓછામાં ઓછું 20 હજાર કમિશન આપવામાં આવશે એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો ,અને 97 ટકા અનાજ વિતરણ કરતાં તમામ દુકાનદારને દર મહિનાની 5 થી 10 તારીખ સુધી આ રકમ દુકાનદાર ના બઁક ખાતામાં ઓનલાઈન ચૂકવી દેવામાં આવે છે
આ પણ વાચો
- How to Install AST300 Rd service and Driver
- AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી
- સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત
- દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી?
- Gujarat Farmer Registry
પરતું સરકાર દ્વારા ઓગસ્ટ માહિનાનું જે મિનિમમ 20 હજાર ડિફરન્સ રકમ છે તે હજુ સુધી દુકાનદારોના ખાતામાં હજુ સુધી ચૂકવવામાં આવી નથી, તહેવારોના દિવસોમાં તેલ ,ખાંડ, ચણા, દાળ,મીઠુંના ઓગસ્ટ માહિનામાં વધારે પૈસા ભરીને દુકાનદારોએ ચલણની ખૂબ મોટી રકમ ભરી હતી,અને ઘણા દુકાનદાર ઉધાર પૈસા લઈને ચલણના રૂપપીયા ભર્યા હતા,
સરકાર દ્વારા દુકાનદારને કમિશનની ચુકવણી માટે કોઈ એક ફિક્સ તારીખ આપવામાં આવી નથી જો ફિક્સ તારીખ આપી દેવામાં આવે તો દુકાનદાર વધુ સગવડતા પૂર્ણ થઈ શકે.
હાલ સરકાર દ્વારા વહલી તકે મિનિમમ 20 હજાર ડિફરન્સ રકમ ચૂકવવામાં આવે એવી દુકાનદાર થકી મારી રજૂઆત છે .