IMPDS વિષે ટુકમાં માહિતી
IMPDS યોજના શું છે?
IMPDS એ એક ક્ષેત્રની યોજના છે જે દેશમાં પારદર્શક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માટે રાજ્ય/UT સરકારો સાથે મળીને ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલ પાત્ર રેશનકાર્ડ લાભાર્થીઓ તેમના બાયોમેટ્રિક અથવા આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને, દેશમાં ગમે ત્યાં તેમની પસંદગીની કોઈપણ વાજબી કિંમતની દુકાન (FPS) માંથી તેમના હકનું અનાજ ઉપાડી શકશે.
કયા કયા રાજ્યોમાં IMPDS લાગુ થયેલુ છે?
અડ્માન અને નિકોબાર ટાપુઓ,આંધ્ર પ્રદેશ,અરુણાચલ પ્રદેશ,આસામ,બિહાર,ચંડીગઢ,છત્તીસગઢ,દમણ અને દિયુ,દિલ્હી,ગોવા,ગુજરાત,હરિયાણા,હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર,ઝારખંડ,કર્ણાટક,કેરળ,લદાખ,લક્ષદ્વીપ,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,મણિપુર,મેઘાલય,મિઝોરમ,નાગાલેન્ડ,ઓડિશા,પુડુચેરી,પંજાબ,રાજસ્થાન,સિક્કિમ,તમિલનાડુ,તેલંગાણા,
ત્રિપુરા,ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પશ્ચિમ બંગાળ. આ દરેક રાજયમાં impds વડે અનાજનું વિતરણ થાય છે એટલે કે એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં પણ રેશનકાર્ડ પર અનાજ મેળવી સકાય છે.
IMPDS વેચાણનો રિપોર્ટ કેવી રીતે કાઢવો
impds સેલ રિપોર્ટ કાઢવા માટે સોથી પેહલા નીચેની લીક પર ક્લિક કરવું.
લીક પર ક્લિક કરશો એટલે નીચે મુજબની સાઈટ ખુલી જશે. ત્યાં તમને દરેક રાજ્યમાં થયેલ Impds સેલ નો રીપોર્ટ જોવા મળશે.અહી તમારે જે રાજ્યનો રીપોર્ટ જોવો હોય એ રાજ્યની જમણી બાજુ તમને કયા રાજ્યોમાંથી કેટલું વેચાણ થયું છે એની માહિતી આપવામાં આવી છે.
હવે તમારે જે રાજ્યનો સેલ રિપોર્ટ જોવો હોય એ રાજ્ય પર વેચાણ થયેલ રેશનકાર્ડ ની સંખ્યા બતાવશે એમાં તમે એ સંખ્યા પર ક્લિક કરશો તો નીચે મુજબ આખો રિપોર્ટ જોઈ શકશો.
તમે નીચે જોઈ શકો છો તેમ ગુજરાતમાંથી બિહાર રાજ્યના કેટલા રેશનકાર્ડ ધારકો અનાજ લીધુ છે એની માહિતી આપી છે. બાજુ માં દુકાનદારની વિગત પણ આપેલી છે દુકાનદારનો દુકાન નબર આપવામાં આવ્યો છે રેશનકાર્ડ નંબર તથા લીધેલા જથ્થાની માહિતી તથા જે તારીખે જથ્થો લીધો હોય એ તારીખ પણ આપવામાં આવી છે..
આજ રીતે તમે કોઈપણ રાજ્યનો રીપોર્ટ જોઈ શકો છે જેમ નીચે મુજબ બીજા રાજ્ય મધ્ય પ્રદેશ નો રિપોર્ટ બતાવેલો છે.
ration card not found in impds for card
impds status in ration card means
how to add ration card to impds