Gujarat BPL List 2024
આજકાલ ઓનલાઈન સેવાઓ વધતી જાય છે જેમાં ઓનલાઈન રેશનકાર્ડ અપડેટની સેવાઓ હોય કે જન્મનું પ્રમાણ ડાઉનલોડ કરવાનું હોય. આવી તમામ સેવાઓ Online થઈ ગઈ છે. પરંતુ આજે આપણ રેશનકાર્ડની સેવા વિશે વાત કરીશું. રેશનકાર્ડમાં બે પ્રકાર હોય છે APL card અને બીજું BPL Card આજે આપણે બીપીએલ કાર્ડ માટે બીપીએલ નંબર અને સ્કોર કેટલો છે તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો એની માહિતી જોઈશું,।
ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ યાદી બનાવવામાં આવે છે. ગુજરાત રાજયની BPL યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્ય વાઈઝ બહાર પાડવામાં આવે છે. ઘણા લોકો તેમનું GUJARAT BPL LIST 2024 માં નામ છે કે નહિ? તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોય છે.
BPL લીસ્ટ માં નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો Gujarat BPL List નામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું ? તેની માહિતી મેળવીએ. ગુજરાત સંબંધિત વિભાગ દ્વારા દ્વારા જાહેર કરાયેલા રેશન કાર્ડના અધિકૃત પોર્ટલ આ માહિતી ચેક કરીશું.
યોજનાનું નામ | Gujarat BPL List 2024 ઓનલાઈન ડાઉનલોડ |
હેતુ | રાજ્યના નાગરિકો બીપીએલ સ્કોર અને અન્ય વિગતો ઓનલાઈન ચેક કરી શકે તે હેતુ છે. |
વર્ષ | 2024/2025 |
બીપીએલ સ્કોર જોવા માટેની વેબસાઇટ | Gujarat BPL List 2024 |
ઓફિસીયલ વેબસાઈટ | https://ses2002.guj.nic.in/index |
રેશનકાર્ડ માટેની વેબસાઇટ | ડિજીટલ ગુજરાત પોર્ટલ |
બી.પી.એલ. ની યાદી 2024 PDF | https://fpsgujarat.in/ |
BPL રેશનકાર્ડ માટેની પાત્રતા
ગુજરાત રેશન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનવા માટે, તમારે નીચેના સરળ પાત્રતા માપદંડોનું પાલન કરવું આવશ્યક છે: –
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ.
- અરજદાર પાસે સક્રિય રેશનકાર્ડ ન હોવું જોઈએ
- જો અરજદાર તેના જૂના રેશનકાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો તે નવા રેશનકાર્ડ માટે પાત્રતા ધરાવે છે.
- નવદંપતીઓ પણ રેશનકાર્ડ માટે પાત્ર છે.
- BPL Ration Card માટે જરૂરી દસ્તાવેજો
- બીપીએલ રેશનકાર્ડ માટે કેટલાક ડૉક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- ચૂંટણી કાર્ડની નકલ
- પાનકાર્ડની નકલ
- ડ્રાઇવીંંગ લાઈસન્સ
- પાસપોર્ટની નકલ
- નાગરિકના ફોટા સાથે કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈ.ડી પ્રૂફ
- આધાર કાર્ડ (ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના કિસ્સામાં)
બીપીએલ કાર્ડ હેઠળ મળવાપાત્ર લાભ
- જે લોકોનું નામ બીપીએલ યાદીમાં હોય તેમને સરકાર ની સરકારી યોજનાઓનો લાભ મળે છે.
- દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઈટ દ્વારા BPL List માં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
- સરકારશ્રી આટીઆઈ અંતર્ગત આપવામાં આવતા એડમીશનમાં પણ નિયત બીપીએલ સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
- ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમાં વધારાની મદદ મળશે.
- બાળકોને શિષ્યવૃતિની સાથે સ્વ-રોજગાર પણ મેળવી શકે છે.
- BPL યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે, ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસીડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે.
- બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
- ખેડૂત BPL Card ધારકને વિવિધ સરકારી યોજનાઓમાં મળે છે.