દુકાનદારોને બે વખત ગ્રાહકના ફિંગર લેવાના આદેશથી મુશ્કેલી
જાન્યુઆરી મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોએ રેશનકાર્ડ ધારકોના બે વખત અંગુઠા લેવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કારણ કે ઘઉં અને ચોખા ફી માં કરી દેવામાં આવ્યા છે અને ખાંડ,દાળ,ચણા અને મીઠું આ વસ્તુ ના ગ્રાહક પાસેથી પૈસા લેવાના થતા હોય છે જેથી બંને કુપન અલગ અલગ કાઢવાની થતી હોવાથી બે વખત ગ્રાહકના ફિંગર મુકાવવા પડે છે જેથી દુકાનદારોને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહયો છે.
મંત્રા ડિવાઈસનું નવું અપડેટ આવતા મુશ્કેલી
એક બાજુ બે અંગુઠા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બીજી બાજુ mantra finger માં નવું અપડેટ ૧.૦.૮ કરી દેવામાં આવ્યું છે. જેમા ફિંગર કેપ્ચર કરવાની ટકાવારી માં વધારો કરી દેવામાં આવ્યો છે .પેહલા ૪૦ ટકામાં ફિંગર આવી જતો હતો હાલ ૬૦ ટકાથી ૮૦ ટકા ફિંગર સારો હોય તો જ કેપ્ચર થાય છે
૭૦ ટકા NFSA કાર્ડ ધારકો મજુરીયાત વર્ગ
આપણે જણાવી દઈએ ક ૭૦ ટકા NFSA કાર્ડ ધારકો મજુરીયાત વર્ગ હોય છે જેમ કે ખેત મજુરી,કડિયા કામ,સાફ સફાઈ અને બીજા ૬૦ વર્ષ કરતા વધુ ઉમરના વ્યક્તિઓ ક જેમનો ફિંગર મેચ થતો નથી કારણ કે કામ કરીને એમના અંગુઠા ઘસી ગયા હોય છે અને એમના અંગુઠાની છાપ ના આવતા ફિંગર મેચ થતા નથી આ કારણે સસ્તા અનાજની દુકાનોમાં લાંબી લાઈનો લાગી છે અને ઘણી વાર તો ફિંગર મેચ ના થવાને કારણે દુકાનદાર ગ્રાહકને માલ આપી સકતો નથી જેથી કરીને ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી પણ થાય છે.