રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં અનાજ મળશે નહીં
સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.મિનિમમ 20 હજાર કમિશન ,1 ટકા વિતરણ ઘટ વગેરે જેવી માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી માહિતી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.
આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે સરકારને કરેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ, ખાંડ અને તેલનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રેશનકાર્ડધારકો મુશ્કેલી પડી શકે છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ 17 હજાર વેપારીઓને મિનિમમ 20 હજાર કમિશનન અને 1 ટકા વિતરણ ઘટ મજૂર કરવાની સહમતી દર્શાવી હતી. પરંતુ તેનો હજી સુધી અમલ કર્યો નથી.
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરવામાં આવે તો વજન ઘટ હોય તો ત ધ્યાને લેવામાં આવતી નથી અને દુકાનદારોને મોટો દંડ ફટકારવામાં આવે છે.હલ્લા બોલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પુરવઠા ગોડાઉન ની તપાસ કરવામાં આવી હતી અને કટ્ટાનું વજન કરવાંમાં આવતા 1 કિલો થી લઈ 500 ગ્રામ સુધી ઓછું મળી આવતા અનાજના કટ્ટાને સીલ કરવામાં આવ્યા હતા.આમ દુકાન દારોને પુરવઠા ગોડાઉનમાથી જ જથ્થો ઓછો આપવામાં આવે છે અને દંડ દુકાનદારોને ભોગવવો પડે છે.
હાલ અનાજના વિતરણમાં એક કિલોએ 1.50 રૂપિયા કમિશન અપાય છે જે ખુબજ ઓછું છે.જેમ સરકાર દ્વારા હાલ One Nation One Ration card અંતર્ગત રેશનકાર્ડ ધારક દેશમા કોઈપણ સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ શકે છે તો કમિશન માં ભેદભાવ કેમ રાખવામા આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કમિશનનો દર અલગ અલગ છે. તો જેમ એક દેશ એક રેશન કાર્ડ ની યોજના લાગુ છે તો એક દેશ એક કમિશન કેમ અમલમાં નથી. તાજેતરમાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, પરંતુ તેમાં ચોક્કસ ઉકેલ ન આવતા એસોસીએસને સપ્ટેમ્બર માસનો પુરવઠો સ્વીકારવા ઇનકાર કર્યો છે.