ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતગત બાજરી, જુવાર ,મકાઇ જેવા “શ્રી અન્ન” નો રોજ-બરોજના વપરાશમાં ઉપયોગને પ્રાઘાન્ય આપવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા આપવમા આવતા ઘઉં અને ચોખા ઉપરાત રાજયના સૌરાષ્ટ્ર, કચ્છ અનેઉત્તર ગુજરાત વિસ્તારોના લોકો દ્વારા ભોજનમાં બાજરીનો કરવામાં આવતો વપરાશ, ઉત્તર-પૂર્વ પટ્ટીના પચ મહલ,મહીસાગર, દાહોદ, સાબરકાઠા, અરવલ્લી વિસ્તારમાં ભોજનમાં મકાઈનો વપરાશ,મ,મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા જીલ્લામાં જુવારના વપરાશતથા દક્ષિણ ગુજરાતના આદિજાતિ મત વિષતાર એવા નવસારી, વલસાડ અને ડાંગમાં નાગલી કે રાગીના વપરાશ ધ્યાને લઇને તે મુજબ ઘઉં અને ચોખા ઉપરાતબાજરી, જુવાર,અને મકાઇના જથ્થાની ભારત સરકાર પાસે માગણી કરવામાં આવલ છે,
જે મુજબ ઓગસ્ટ મહિનાથી આ વિતરણ કરવાનું થાય છે.

રાજયભરમાં જીલ્લાવાર વિતરણ ઓગસ્ટ 2023 થી ડિસેમ્બર 2023 સુધી નીચે મુજબ નું રહશે.
બાજરી
રાજયના વડોદરા અને મહીસાગર સિવાયના અન્ય જિલ્લાઓમાં બાજરીનુ વિતરણ નીચે મુજબ કરવામાં આવશે.
1.અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 5 કિલો બાજરી
2. અગ્રતા ધરાવતા કુટુંબોન (NFSA PHH) વ્યક્તિ દીઠ 1 કિલો બાજરી
જુવાર
વડોદરા જીલ્લામાં નીચે મુજબનું જુવારનું વિતરણ કરવામાં આવશે.
1.અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 5 કિલો જુવાર
2. અગ્રતા ધરાવતા કુટુંબોન (NFSA PHH) વ્યક્તિ દીઠ 1 કિલો જુવાર
મકાઇ
મહીસાગર જીલ્લામાં નીચે મુજબનું મકાઈનું વિતરણ કરવામાં આવશે.
1.અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 5 કિલો મકાઇ
2. અગ્રતા ધરાવતા કુટુંબોન (NFSA PHH) વ્યક્તિ દીઠ 1 કિલો મકાઇ