૧૦ લાખ NFSA રેશનકાર્ડ થશે રદ્દ. તમારું કાર્ડ તો નથી ને જુવો સંપૂર્ણ માહિતી.
રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર
જો તમારી પાસે પણ રેશનકાર્ડ છે અને તમને મફત અને પૈસા વાળું અનાજ મળે છે તો થોડા સમયમાં તમારું રેશનકાર્ડ પણ રદ્દ થઇ શકે છે. કારણ કે કન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં ૧૦ લાખથી વધુ લોકો નકલી રીતે મફત રાશનનો લાભ લઇ રહ્યા છે સરકારે તેમની યાદી તૈયાર કરી છે અને ટુક સમયમાં આ રેશનકાર્ડ રદ્દ કરવામાં આવશે.
બીજું કે જ લોકોના કાર્ડ નકલી કે અયોગ્ય મળ્યા હોય તેમની પાસેથી સરકાર અનાજની કીમત પણ વસૂલ કરશે. હાલમાં દેશના આશરે ૮૦ કરોડ લોકો મફત અને પૈસા વાળા અનાજનો લાભ લઇ રહ્યા છે.
કોના કોના રેશનકાર્ડ રદ્દ થશે?
NFSA તરફથી મળતી માહિતી અનુસાર જે કાર્ડ ધારકો આવકવેરો ચૂકવે છે ,જેમની પાસે ૧૦ વીઘાં કરતા વધુ જમીન હોય ,જેઓ ફોર વ્હીલર ધારણ કરતા હોય અથવા સુખ સંપતિ ધરાવતા હોય એવા કાર્ડ રદ્દ કરવામાં આવશે.
સસ્તા અનાજની દુકાનેથી મફત રાશન લઈને બજારમાં અથવા તો ફેરીયાઓને વધુ કિમતમાં વેચી દે છે એવા લોકોની પણ યાદી બનાવવમાં આવી છે અને એમના કાર્ડ પણ રદ્દ કરવામાં આવશે.
દુકાન સંચાલકને યાદી મોકલવામાં આવશે
સરકારના જણાવ્યા અનુસાર તમામ યોગ્ય રેશનકાર્ડ ધારકોની યાદી દુકાન સંચાલક ને મોકલવામાં આવશે,અને ત્યારબાદ દુકાનદાર આવા કાર્ડ ધારકોને અનાજ આપશે નહિ.
દુકાનદાર બધા નામો ચેક કરશે અને આવા કાર્ડ ધારકોનો રીપોર્ટ જીલ્લા કચેરીને મોકલશે. જે બાદ તેઓના રેશનકાર્ડ રદ્દ કરવામાં આવશે.
Frequently Asked Questions
[sp_easyaccordion id=”910″]
[sharethis-inline-buttons]