કોરોનાના સમયમાં પણ પોતાના જીવનની પરવાહ કર્યાં વગર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડધારકોને અનાજ નું વિતરણ કર્યું હતું..
કોરોનામાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જો સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા દુકાનદાર,તોલાત,કોમ્પુટર ઓપરેટર કે સાથે કામ કરતા કોઈ પણ નું કોરોનામાં મૃત્યુ થાય તો સરકાર દ્વારા ૨૫ લાખ ની સહાય તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવશે.અને ઘણા દુકાનધારકો અને તોલત નું કોરોનામાં મૃત્યુ થયું હતું. પરતું હાલ સુધી નજીવા દુકાનદાર બે થી ત્રણ દુકાનદારને જ સહાય મળ્યા છેબાકી ના દુકાનદારોન હજુ ૨૫ લાખ ની સહાય મળી નથી.
હાલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએસન દ્વારા ઓક્ટોબર મહિનામાં વિવિધ માંગણીઓ ને લઈને દુકાનદારો દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હડતાલ પાડવામાં આવી હતી.
