
– NFAS રાશન કાર્ડ ધારકોને વધારાનું સીંગતેલ અને ખાંડ આપવામાં આવશે
– એનએફએસએ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબર માહિનામાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી
રાશન કાર્ડધારકો માટે દિવાળી પેહલા ખુશખબરી છે. જો તમે પણ રાશન કાર્ડધારક છો તો તમારી દિવાળી આ વખતે શાનદાર રહેશે. દિવાળી પેહલા જ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને 1 કિલો સીંગતેલ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. સાથે જ અનાજનો જથ્થો સમયસર મળી જાય તેવી દુકાનદારોએ સરકાર પાસે માંગ કરી છે, જેથી જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય.બાજરી બંધ કરી ઘઉં નું વિતરણ ચાલુ કરવામાં આવશે .
સરકારે રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી છે. કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં જ સીંગતેલ અને ખાંડ આપવામાં આવશે. નવેમ્બર મહિનામાં દિવાળી છે, ત્યારે ઓક્ટોબરમાં જ દિવાળીનું વધારનું રાશન કાર્ડધારકોને તેલ અને ખાંડ મળી જશે. NFSA સહિતના અંત્યોદય અને બીપીએલ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં આ વધારાનું રાશન મળી જશે. જેમાં કાર્ડ દીઠ એક લિટરનું સીંગતેલનું પાઉચ આપવામા આવશે. તો વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે. આ ઉપરાંત રાજયમાં બે મહિનાથી અપાતી બાજરીના બદલામાં હવે રાબેતા મુજબ ઘઉં આપવામાં આવશે અને આ ઘઉં અને ચોખાના પ્રમાણમા પણ ફેરફાર કરવામાં આવ્યો છે .